23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બરવાળા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્ર આજે ખુલ્લુ મુકાશે


રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે આવતીકાલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણ કરાશે ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ સ્થળેથી નગરજનોને વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે બોટાદના બરવાળા નગરપાલિકા ખાતે ઉપલબ્ધ કરાયેલ સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્રનું પણ ઇ-લોકાર્પણ કરાશે. બરવાળા ખાતે શરૂ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી અંદાજે 18 હજાર જેટલી વસતિને સીધો લાભ મળશે આજ રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી યોજાનારા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણમાં બરવાળા સાથે ધોળકા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો પણ સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -