બનાસકાંઠાના વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના રબારીવાસમા રહેતા રબારી ગગદાસભાઈ નાગજીભાઈના ઘરની બાજુમાં પડેલી જુવાર ઘાસચારા માં આગ લાગતાં અફરાતફરી જોવા મળી હતી . થરાદ ફાયરબ્રિગેડ ને ફોન કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી અને ફાયર ઓફિસર વીરમજી રાઠોડ અને તેમના સ્ટાફ નાં માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો . તાત્કાલિક ફાયરબ્રિગેડ આવતા આગ પર કાબૂમાં મેળવ્યો અને 75 ટકાથી વધારે ઘાસચારો બચાવ્યો હતો અને માલધારીનેં થતું મોટું નુક્સાન અટકાવ્યું હતું.
રિપોર્ટ દેવું સિંહ રાજપૂત