બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો થરાદના નગરમાં રમેશભાઈ શંકરભાઈ રાજપૂતના ખેતરની વાડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને જાણ કરતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આગની લપેટમાં ખેતરમાં વાવેતર કરેલ જુવારના પાકને નુક્સાન થતું બચાવી લીધું હતું અને ખેડૂતને લાખો રૂપિયા નું નુકશાન થતું અટકાવ્યું હતું
રિપોર્ટ દેવુંસિંહ રાજપૂત