બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની હોય તેવી રીતે અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળતા હોય છે ત્યારે આજરોજ થરાદની મુખ્ય કેનાલમાંથી અજાણા યુવકનો મૃત્યુદેહ મળી આવ્યો હતો બિનવારસી હાલતમાં મળી આવેલા મૃત્યુ દેહને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો થરાદ નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતના કર્મચારીઓ તાત્કાલિક મુખ્ય કેનાલ ઉપર પહોંચી કેનાલમાંથી મૃતદેહ ને બહાર નીકળવામાં આવ્યો હતો જેને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મુખ્ય કેનાલ માંથી મળી આવેલા યુવક પાસેથી કોઈ પુરાવો ન મળતા થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી…