અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટના ના બનાવોમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ફરી બગસરા શહેરના અમરપરા બેંક ઓફ બરોડા પાસે અચાનક એક જુના ખંઢેર મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઇ લોકોના ટોળેટોળા ઉમટયા ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકા ફાયર ફાઈટરને આગની જાણ કરતા જ તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને મહામુસીબતે કાબુમાં લેવા આવતા સ્થાનિક લોકોએ હાસ્કારો લીધો છે ત્યારે બગસરા શહેરના અમરપરા બેંક ઓફ બરોડા પાસે એક જૂનું મકાન આવેલુ હોય ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠેલ તેમાં કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો ફાઈર ફાઈટરના પાયલોટ દીપકભાઈ કુંભાર અનિલભાઈ કુંભાર રાહુલભાઈ કુંભાર અને કાળુભાઈ કુંભાર સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગને બુજાવી દેતા સ્થાનિક લોકોએ હાસ્કારો લીધો…
અશોક મણવર અમરેલી