31 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 39મી વાર્ષિક સાધારણ સભા ચલાલા મુકામે યોજાઇ


અમરેલીના બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ૩૯ મી સામાન્ય સભા ચલાલા ખાતે મળી જેમાં મંડળીની અનેક  યોજનાઓ અને સભાસદોને 15% ડિવિડેન્ટરની જાહેરાત કરી છે ત્યારે સહકાર મૂર્તિ અરવિંદભાઈ મણિઆરની યાદમાં શરૂ થયેલ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની 39 મી સાધારણ સભા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાને મળેલ આ સામાન્ય સભામાં ગાયત્રી પરિવારના રતિદાદા, દાનેવધામના ઉદય બાપુએ આશીર્વચન પાઠવ્યા આ તકે અમદાવાદ ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા મંડળીના જનરલ સેક્રેટરી ડી.જી.મહેતા દ્વારા મંડળી દ્વારા ૪.૯૪ અબજ તથા વાર્ષિક ત્રણ કરોડ બાર લાખના નફાની જાહેરાત કરવામાં આવી મંડળીના એમ.ડી. નીતેશભાઈ ડોડીયા દ્વારા ચાલુ વર્ષે સભાસદોને ૧૫ % ડિવિડેન્ટર આપવાની જાહેરાત કરવામાં આવી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીયા દ્વારા મહિલાઓને વધુમાં વધુ લોન આગામી દિવસોમાં શરૂ કરવા જાહેરાત કરી આ મંડળમાં ૨૦ હજાર જેટલા સભાસદો સાથે બગસરા સહિત અલગ અલગ શહેરોમાં આઠ શાખાઓ ધરાવે છે ત્યારે આ મંડળીને બેંકો મુજબ બેન્કેબલ યોજના નો લાભ આપવામાં આવે તેવી દેશમાં સૌ પ્રથમ  સરકાર સમક્ષ માંગણી રશ્મિનભાઈ ડોડીઆ દ્વારા કરવામા આવી બાજપાઈ વીમા યોજના અંતર્ગત અનેક લાભાર્થીને ચેક અર્પણ કરેલ મંડળીના એમ.ડી. નીતેશભાઈ ડોડીયાએ જણાવ્યું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -