બગસરા નગરપાલિકાના 90 સફાઇ કામદારો છેલ્લા 3 માસથી પગારથી વંચિત રહેતા હવે ચોથો મહિનો શરૂ થતાં અંતે નગરપાલિકા ખાતે કામદારો પગાર માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં સફાઈ કામગીરી કરતા 90 કર્મચારીઓને છેલ્લા 3 મહિનાનો પગાર ન થતા સફાઈ કામદારો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ વાર વહેવાર અને ઘર ચલાવવું બાળકોને અભ્યાસ કરાવવો બધો ખર્ચ કયાંથી મેળવવો તે મુશ્કેલ બન્યું છે. જે અંગે બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ રાજુભાઇ ગીડાએ જણાવ્યું હતું કે બગસરા નગરપાલિકા 90 જેટલા સફાઈ કામદારોના પગાર બાકી છે જેથી આ બાબતે સરકારશ્રી અને ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાને પણ રજૂઆત કરીતેમજ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને વ્હેલી તકે આ મહિનાના અંત સુધીમાં તમામ સફાઈ કામદારોને પગાર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.