અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે શ્રી કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના સહયોગથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.. આ ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં દરરોજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં અમરેલી બાલભવન માંથી નિતેશભાઇ પાઠક, મોટા માંડવડા શાળાના શિક્ષક રઘુભાઈ ( રમકડું ) સણોસરાથી શિક્ષણ ટીમે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું, ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં બાળકોને શારીરિક માનસિક ભાષાકીય વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ બાળ પ્રવૃત્તિમાં બાળ વાર્તા, બાળગીત, બાળ પ્રયોગો, રમકડા તેમજ અવનવી પ્રવૃત્તિઓ કરી વેકેશનના સમયમાં બાળકો મોબાઇલથી કેમ દૂર રહે તે હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોનો પોતાનો સર્વાગી વિકાસ થાય.. આ શિબિરમાં શિક્ષકો અને વિધાર્થીઓ સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ..