અમરેલી જિલ્લામાં બગસરાના જૂના જાંજરીયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યને લઇ દલીલ સમાજના લોકોએ રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ સમગ્ર વિરોધ જુના ઝાંઝરીયા ગામે દલિત શિક્ષક કાંતિભાઈ ચૌહાણના આપઘાતના મામલે ભારે રોષ ફેલાતા કરવામાં આવ્યું હતું આ સાથે શિક્ષકના મૃતકને પોલીસ મથકે રાખી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જજેથી પોલીસ અને વહીવટી તંત્ર દલિત શિક્ષક કે જેઓ જુના ઝાંઝરીયા ગામે આચાર્યની ફરજ બજાવતા હોય તેમના મોત મામલે વધુ ગંભીર બન્યું હતું આ સાથે પોલીસ તંત્ર દ્વારા 10 ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે રાજકોટ ગોંડલ વચ્ચે થી 1 આરોપીની પોલીસે અટકાયત કરી હતી. તેમજ મુખ્ય આરોપીની અટકાયત થતા મૃતકને વતન લઈને પરિવારજનો રવાના થયા હતા. આ ઉપરાંત આચાર્યને મરવા મજબૂર કરનાર 1 આરોપી ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. સાથે જ અન્ય આરોપીઓને પકડવા પોલીસની કાર્યવાહી ક્વાયત હાથ ધરી છે ત્યારે આરોપીને ઝડપ્યા અંગેઅમરેલી dysp જે.પી.ભંડેરીએ પ્રતિક્રિયા આપી હતી.