ફતેપુરા તાલુકાના સુખસરમાં શ્રીમતી કટારા કન્યા વિદ્યાલય ખાતે જય સીતારામ કેળવણી મંડળના પ્રમુખ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને વાલી સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા તાલુકાના સુખસર માં જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એલ બી કટારા કન્યા વિદ્યાલય ખાતે શુક્રવારના રોજ વાલી સંમેલન યોજાયું હતું. મંડળના પ્રમુખ અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આચાર્ય કલાવતીબેન કટારા દ્વારા સમસ્ત સ્ટાફ ગણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ભુરાભાઈ કટારાએ આ વિસ્તારના ગરીબ બાળકો પોતાના વિસ્તારમાં જ સારું શિક્ષણ મેળવી રહે તે અર્થે શાળા કોલેજો મંજુર કરાવી હતી. જેનો આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને શિક્ષણ મેળવી રહ્યા છે. ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યુ હતું કે મારાં પિતા ભુરાભાઈ એ આ વિસ્તાર ના ગરીબ બાળકો ની ચિતાં કરી હતી અને શરુઆત થી લઇ બી એડ કોલેજ આઇ ટી આઇ સુધી ની શાળા ઓ ખોલી છે. જેનો આજે વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે.
રીપોર્ટ કિશોર ડબગર