27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ફતેપુરા તાલુકાના કંકાસીયામા રોડ પર પસાર થતી બે એસ.ટી બસો વચ્ચે અકસ્માતમાં ચાલક સહિત ૧૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ


ફતેપુરા થી વલૈયા સંતરામપુર થી વિસનગર જતી એસ.ટી બસ નંબર જીજે-૧૮.ઝેડ-૭૭૩૫ તથા ફતેપુરા થી બલૈયા થઈ સંતરામપુર થી માણસા જતી એસ.ટી બસ નંબર-જીજે.૧૮-ઝેડ ૫૫૬૩ ફતેપુરા થી સંતરામપુર તરફ જઈ રહી હતી.તેવા સમયે કંકાસિયા ગામે રોડ પર પ‌‌સાર  થતી વિસનગર એસ.ટી બસની આગળ સાપ તથા બકરાઆવી જતા ગાડીના ચાલકે બ્રેક માર્યો હતો.અને તેવા જ સમયે પાછળથી આવતી ફતેપુરા-માણસા બસના ચાલકની બેદરકારીથી વિસનગર એસ.ટી બસને પાછળથી ટક્કર વાગતા માણસા બસમા મુસાફરી કરી રહેલા જેટલા નવ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. બે એસટી વચ્ચે અકસ્માત સર્જાયાના ૧૦૮ એમ્બ્યુલન્સને મેસેજ મળતાં બલૈયાના પાયલોટ યશપાલ પુવાર ઇ.એમ.ટી અજયભાઈ ડામોર જ્યારે સુખસર ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ માનવેન્દ્રસિંહ ઇ.એમ.ટી કલ્પેશભાઈ મછાર નાઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા તથા ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે વિસનગર એસ.ટી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ઇજાગ્રસ્તોમાં કમલેશભાઈ રમેશભાઈ ગરાસીયા(ઉંમર વર્ષ .૨૭) રહે.નાની ચરોલી,મોઢાના ભાગી ઇજા, રામાભાઇ જેથરાભાઈ ડામોર (ઉંમર વર્ષ ૪૫) રહે.ફળવા,શરીરમાં આંતરિક ઇજાઓ,કિશનભાઇ ચીમનભાઈ મહિડા(ઉંમર વર્ષ ૦૫)રહે.ઘુઘસ માથાના ભાગે ઇજા,કમ્પાબેન ચીમનભાઈ મહીડા(ઉંમર વર્ષ ૪૫)રહે.ધુધસ,માથાના ભાગે ઇજા. પુષ્પાબેન મનુભાઈ ગરાસીયા (ઉંમર વર્ષ ૨૨)રહે.ખુટા,રાજેશભાઈને મોઢા ઉપર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જ્યારે માણસા બસના ચાલકને પગે તથા શરીરે ઇજાઓ પહોંચતા બલૈયા તથા ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે અન્ય ત્રણેક ઇજાગ્રસ્તોના નામો મળી શક્યા નથી.આ અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી છે.પરંતુ જાનહાની થયેલ નથી.

રીપોર્ટ કિશોર ડબગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -