ફતેપુરા પોલીસ મથકના PSI જી.કે ભરવાડને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનાવાડા.ચારણ.સાલાવાડા ગામના ઠાકોર સુરપાલસિંહ સોમાભાઈએ તારીખ 19 મેના રોજ પીએસઆઇના મોબાઇલ પર ફોન કરીને ધમકી ભર્યા અવાજે જણાવ્યું હતું કે ફતેપુરા શહેરની ફિનકેર બેંકમાં લાખો રૂપિયાની ઉચાપત કરનાર રણજીતસિંહ ઠાકોર તેમજ હિંમતસિંહ ઠાકોરને તમે વારંવાર જેલમાંથી બહાર કેમ કાઢો છો.હવે તેમને જેલમાંથી બહાર કાઢતા નહીં નહીં તો મજા નહીં આવે તેમ કહી ધમકીઓ આપી હતી.આ બાબતે ફતેપુરાના પી.એસ.આઇ. જી કે ભરવાડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ ની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમથી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ના માધ્યમથી આ આરોપી સુરપાલસિંહ સોમસિંહ ઠાકોરને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનાવાડા.ચારણ.સાલાવાડા ગામેથી ઝડપી પાડયો છે. ફતેપુરા બેંકમાં ઉચાપત કરનાર બંને ઈસમો મારા સગા છે અને હું પોતે ઠાકોર સેનાનો પૂર્વ પ્રમુખ છું અને મેં આ બંને આરોપીઓ સામે વધુ પૂછપરછ ન કરવા તેમજ આ બંને આરોપીઓને છોડાવવા અને સમાજમાં વટ પડાવવા માટે તમને ધમકાવ્યા હતા તેવું ઝડપાયેલા સુરપાલસિંહ કબુલ કર્યું હતું.
રિપોર્ટ કિશોર ડબગર