સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સીતવાડા-નવાપુરા ખાતે આવેલ સાબરમતી નદી મા વેસ્ટ પ્લાસ્ટિક ઠલવાતા નદી પ્રેમીઓ સહિત ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે તો જેની જવાબદારી છે તે તંત્ર જવાબદાર કંપની સામે ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે ખાનગી કંપની મા રહેલ વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો બંધો અહી નદીમા ઠલવાતા પવિત્ર અને શુધ્ધ નદીમા ગંદકી જોવા મળે છે અને નદીમા ઠાલવેલ વેસ્ટ પ્લાસ્ટિક કચરો પવનને લઈને દુરદુર સુધી નદીમા પથરાઇ ગયો છે પવિત્ર ચોખ્ખી શુધ્ધ સાબરમતી નદીના અસ્તિત્વ ઉપર હાલતો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે પદુષણ વિભાગ તથા સ્થાનિક તંત્ર સહિત જિલ્લા તંત્ર દ્રારા તાકિદે સાબરમતી નદીની સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક પગલા ભરે અને કંપની ઉપર એક્શન લે અને સફાઈ સહિતનો ખર્ચ સાથે દંડ પણ કંપની પાસે વસુલ કરી કડકમા કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે
ઉમંગરાવલ