25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

પ્રાંતિજની ઘડી ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષે હજારો વૃક્ષોનું વાવેતર, ગામના રસ્તાની બંને બાજુઓએ છે ફળાઉ વૃક્ષો


 

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું ઘડી ગામ પ્રકૃતિ સાથે આવો જ પ્રેમ ધરાવે છે. ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષ હજારો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરાય છેસાબરકાંઠાની ઓળખ પોળોના જંગલો છે, પરંતુ પ્રાંતિજ તાલુકાના ઘડી ગામની ભાગોળે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રાકૃતિક સૌંદર્યનો એક ટુકડો કુદરતે જાણે અહીં વેરી દીધો છે. લીલાછમ વૃક્ષોની હરીયાળી ધરાવતા ગામમાં પ્રવેશતા જ ગામની ચારે તરફ વૃક્ષો જોવા મળે છે. અહીં લીમડા, આંબા, જાંબુથી લઇને અરડૂસા, ગુંદા, ગુલમહોર, ગરમાળો અને નિલગીરી જેવા વૃક્ષોનો ઉછેરવામાં આવ્યા છે.ઘડી ગામના સરપંચ મંજુલાબેન સુથાર જણાવે છે કે, વર્ષ હજારો વૃક્ષો ગામમાં ચોમાસા દરમ્યાન વાવણી કરવામાં આવે છે. જેથી ગામના પર્યાવરણના પ્રેમનુ જતન કરી શકાય છે .સાથે જ આ વૃક્ષો ગામના વિકાસને પણ મદદરુપ થઇ રહ્યા છે. કારણ કે અહી ફળની આવક ઉપરાંત નીલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોને વેચાણ કરીને પંચાયતને સારી આવક મળે છે. જેનાથી પંચાયતને વિકાસ કામોમાં ખુબ મદદ મળે છે.પંચાયત અને વન વિભાગે સાથે મળી વૃક્ષ ઉછેર કર્યો છે ગામ પહેલાથી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે. ગામમાં અમે વનવિભાગના સહયોગથી 127 હેકટરમાંથી 30 હેકટર જમીન પર આશરે 60 હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. આ વખતે ઘનિષ્ટ વનિકરણ વન કવચ અંતર્ગત 10 હજાર બીજા વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ સિવાય ફળાઉ વૃક્ષોની દર સીજનમાં હરાજી કરવામાં આવે છે. જેની આશરે 40-45 હજાર જેવી આવક થાય છે. જેનાથી ગામના વિકાસ માટે સારી એવી આવક રળી શકાઇ છે. રકારની યોજના મુજબ અરડૂસા અને નીલગીરી જેવા વૃક્ષો મોટા થતા તેને હરાજી કરીને આવક રળવામાં આવે છે. જેમાં 25 ટકા રકમ વન વિભાગને જાળવણી વળતર તરીકે મળે છે, જ્યારે 75 ટકા રકમ ગ્રામ પંચાયતને મળે છે. આમ સરકારની યોજના મુજબ ગામને મોટી આવક પ્રાપ્ત થતી હોય છે. અગાઉ ઘડી ગામને રૂ.45 લાખ જેટલી આવક થઇ ચુકી છે. હવે નવા વૃક્ષો તૈયાર થતા વધુ આવક રળી શકાશે. ગામના ખેડૂતોના ખેતરના સેઢાઓ હોય કે ગામના રસ્તા, ઘરના આંગણા હોય વૃક્ષ તો દરેક જગ્યાએ હોય જ અને વૃક્ષ હોય એટલે પક્ષીઓના કલરવનું મધુર સંગીત હોય ખરેખર આ ગામ આસપાસના ગામો માટે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ઘડી ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેના પ્રેમના પરિણામે જ ગામમાં વૃક્ષોનો ઉછેર વધારી શકાયો છે. આમ ઘડી ગ્રામ પંચાયત

 

ઉમંગરાવલ સાબરકાંઠા


Previous article
પાવાગઢની ખીણમાં ગઈકાલે મળેલી યુવકની લાશ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી હતી પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર સાથે પાવાગઢ ખાતે દર્શનાર્થે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે યુવક આણંદ જિલ્લાના સુરેલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે ભદ્રકાળી મંદિરે દર્શને જતી વેળા ચિતરિયા મહાદેવ પાસે લઘુશંકા કરવા જતી વખતે પગ લપસી જતા ખીણમાં પડ્યો હતો હજારો ફૂટ ઊંડી ખીણ માં પડેલા યુવક ના મૃતદેહ ને મોટા જોખમ વચ્ચે પોલીસે અને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો હતો જોખમી અને અવાવરું સ્થળે પડેલા મૃતદેહ ને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી યુવકના મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -