24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ માચી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો


 

પ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ માચી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાવાગઢ આવેલ યાત્રિકોએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ,E.C.G. તથા વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ આંખોના નંબરની ચકાસણી કરી ફ્રી ચશ્માનું વિતરણ કરાયું હતું 440 જેટલા યાત્રિકોએ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જે પૈકીના 225 જેટલા યાત્રાળુઓને મફતમાં ચશ્માનું વિતરણ કરાયું હતું. જ્યારે 215 જેટલા યાત્રિકોનું મફત નિદાન કરી સારવાર કરી નામાંકિત તબીબો અને મેડિકલ ટીમ દ્વારા વિવિધ મેડિકલ ચેકઅપ કરી જરૂરિયાત મુજબના દર્દીઓને સારવાર સહિત જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જ્યારે સર્કલ પીઆઇ આર.એમ.સંગાડા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મચારીઓએ સતત ખડે પગે રહી મેડિકલ કેમ્પમાં પોતાની સેવાઓ આપી સફળતાપૂર્વક મેડિકલ કેમ્પનું સંચાલન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -