પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો ભારે માત્રામાં વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને સોમનાથમાં હર હર નો નાદ ગુંજી ઉઠ્યો છે તો ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી હતી જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા છે.સોમનાથમાં તીર્થ પુરોહિત અને પૂજારીગણ દ્વારા પણ ભારત વર્ષને વિશ્વ ગુરુની પ્રાપ્તિ થાય તેમજ 33 કોટીઓની જેમાં જળચર સ્થળચર માનવી પશુ પક્ષી દરેકનું ભગવાન સોમનાથ કલ્યાણ કરે સૌની સુરક્ષા કરે દેશની રક્ષા કરે અને સમગ્ર જીવમાત્રનું ભગવાન ભોળાનાથ કલ્યાણ કરે તેવી સૌએ આજે સોમનાથ તીર્થમાં ભગવાન સોમનાથને પ્રાર્થનાઓ કરી હતી ભાવનગરના રાજવી સ્ટેટ જયવીરરાજસિહ ગોહિલએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસૌમનાથ