રાજકોટમાં પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 24માં વર્ષે 24માં અગીયાર કન્યાઓના સર્વજ્ઞાતી સમુહ લગ્ન તા.3/12/2023ને રવિવારે રોજ રાખવામાં આવેલ છે. આ સમુદ્ર લગ્નમાં સામેલ દિકરી તથા દિકરા બંન્ને પક્ષોને સંસ્થા તરફથી ભોજનના 50 પાસ આપવામાં આવશે તેમજ કરીયાવરમાં 101 આઈટમ ભેટ આપવામાં આવશે ફોર્મનું વિતરણ આજથી સવારે 10 થી 12 કલાકે તથા સાજે 5 થી 8 કલાકે સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રગટ હનુમાનજી મંદિર લક્ષ્મીવાડી શેરી નં.9 મિલપરા મેઈન રોડ રાજકોટ ખાતે કરવામાં આવશે.તા.3/12/2023ના સમુહ લગ્નોત્સવમાં મિલપરા તથા લક્ષ્મીવાડીના રહેવાસીઓને મહાપ્રસાદ રાખેલ છે. તેમજ આ આયોજનને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન હરેનભાઈ મહેતા (આર.કે.બિલ્ડર્સ) પુજાબેન મહેતા, ભકિતબેન ભટ્ટ, જયાબેન વાઘેલા કિર્તીબેન પાનસુરીયા, પંકજભાઈ વ્યાસ બકુલભાઈ સરવૈયા દેવાંગભટ્ટ, જયમીલ પંડયા, ચિંતનભાઈ રાચ્છ પાર્થભાઈ દવે, કિશનભાઈ સુચક, કશ્યપભાઈ ભટ્ટ, પંકજભાઈ ભટ્ટ, કેતનભાઈ ડોડીયા, પાવન શિશાંગીયા પ્રિયાંશ ગોહેલ, પરેશભાઈ ગોહેલ, બીપીન ગોહેલસ જયેશ માવાણી, ધર્મેશ રાઠોડ, સવજીબાપા, બચુબાપા, મુન્નાભાઈ ડીશવાળા, યોગેશ ગેડીયા, અતુલ કારેલીયા ભરતભાઈ કારેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.