રાજકોટ ખાતે પોલીસ કર્મચારીઓ માટે નિર્માણ કરાયેલા 82 આવાસોની આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ લોકાર્પણ સમારોહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વધુ 12 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વ આપી સીટીઝનશીપ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવેલ હતા. આ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ વર્ષોથી રાજકોટમાં વસવાટ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના અધિનિયમ મુજબ વહીવટી તંત્ર દ્વારા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા યુવાનો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.