31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 2023 ને અલવિદા કરવા અને 2024ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે.દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે. રાજકોટમાં અલગ અલગ રાજ્યોમાથી વિદેશી દારૂ સહિતના પદાર્થો ન ઘુસાડાય તે માટે રાજકોટ પોલીસ રાજકોટમાં પ્રવેશ કરતાં માર્ગો ઉપર ચેક પોસ્ટ ઊભી કરી છે. ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ન થઈ શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ સતર્ક: 31 ડિસેમ્બરને પગલે રાજકોટ પોલીસનો ચાંપતો બંદોબસ્ત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -