પોલીસ ચોંકી પાછળ જ તસ્કરોના ધામા નાખતા હોઇ તેવી ઘટના સામે આવી છે. જેમાં ચોરટાઓ એ રિક્ષાના ટાયરની ચોરી કરી હતી. તેમજ આ બનાવ અંગે રિક્ષાના માલિકે જણાવ્યું હતું કે રાબેતા મુજબ રિક્ષા પાર્ક કરી તેઓ સુવા ગયા હતા ત્યાર બાદ રેટ 3 વાગ્યા ની આસપાસ રિક્ષા ના ટાયર એમ નમ જ હતા પરંતુ સવારે ઉઠી નોકરી જવા માટે બહાર ગયા તો રિક્ષાના ટાયરની ચોરી થઈ ચૂકી હતી તેમજ રિક્ષા થી તેમની અને તેમના પરિવાર ની આજીવીજ ચાલતી હોવાથી તેમણે પોતાનું દુખ વ્યક્ત કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી ચોર ને પકડે તેવી માંગ પણ કરી હતી.