એક તરફ મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બીજી તરફ બજારોમાં વેપારીઓએ ઉત્તરાયણની ખરીદી શરૂ કરી દીધી છે. આવા સમયે કોઈ પણ જાતની દોરીથી લોકોને નુકસાન ન થાય અથવા કોઈ ઇજા ન પહોંચે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા મકરસંક્રાતિ તહેવાર નિમિત્તે જાહેનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ચાઈનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલના વહેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાની અંદર અલગ અલગ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટના જાહેર માર્ગો ઉપર કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા મનાઈ ફરમાવવામાં આવી છે. ખુબ મોટા અવાજથી લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવો, જનતાની લાગણી દુભાય તેવા લખાણ ન લખવા, કપાયેલા પતંગો કે દોરી રસ્તા પર લૂંટવા દોડ ન કરવી, ચાઈનીઝ દોરીનું વહેચાણ કે ઉપયોગ ન કરવો, તેમજ ચાઈનીઝ તુક્કલનું વહેચાણ કે ઉપયોગ ન કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરનું જાહેરનામું: રાજકોટમાં ચાઈનીઝ દોરી તેમજ તુક્કલના વહેંચાણ અને વપરાશ પર પ્રતિબંધ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -