સાળંગપુરમાંથી ચિત્રો હટાવી લેવાયા બાદ પણ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ અટકતો નથી. અવારનવાર સ્વામિનારાયણ સંતોનાં વીડિયો સામે આવતા વિવાદ સતત વકરી રહ્યો છે. આજે પોરબંદરનાં સાંસદ રમેશ ધડુકે પણ આ મામલે જ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. છતાં કોઈ પણ ધર્મ વિશે જેમ-તેમ ન બોલવું જોઈએ. કોઈ એક-બે સાધુનાં નિવેદનથી આખા સંપ્રદાય પર આરોપ લગાવવો જોઈએ નહીં.આ સાથે પોતાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, મારુ સ્પષ્ટપણે માનવું છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સૌથી મોટા છે. તેમજ તેનાથી ઉપર કોઈ નહીં હોવાનું માનતો હોવાથી જ હું અવારનવાર દ્વારકા દર્શન કરવા જાવ છું. ખરેખર આવું નિવેદન દુઃખદ છે આવી ચર્ચા કે વિવાદ ન થવો જોઈએ. કોઈ અંબાજી કે ખોડિયાર માતાજીને માનતા હોય તો તે તેની લાગણી અને શ્રદ્ધા છે. માટે કોઈ અઘટિત નિવેદન કરવા ન જોઈએ.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકનું સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદને લઈને નિવેદન આવ્યું સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -