રાજકોટ શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી ભગવતીપરા તરફ જવાના રસ્તે મઢુલી હોટલ નજીક મોડી રાતે પોપટપરા વિસ્તારના બે ભાઇઓ પર ત્રણ શખ્સોએ પાઇપથી હુમલો કરી એક ભાઇના બંને પગ અને બીજાનો એક પગ ભાંગી નાંખી સોનાના ચેઇનની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ છે. લોહીલુહાણ થઇ ગયેલા બંને ભાઇઓએ પિતાને જાણ કરતાં તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇ, તૌફિકભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. અમિત અને તેના ભાઇ સોની બજારમાં મોમાઇ પાન નામે દૂકાન ચલાવે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -