“હું અને તું” ની સ્ટાર કાસ્ટ રાજકોટ ખાતેપહોંચી હતી. આ સાથે બહુ-અપેક્ષિત ગુજરાતી ફિલ્મ “હું અને તું” ની રીલીઝ તારીખ 15 સપ્ટેમ્બર, 2023 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. તેમજ આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે કેજેથી ફિલ્મ તેના દર્શકો સુધી અત્યંત ગુણવત્તાયુક્ત અને મનોરંજન મૂલ્ય સાથે પહોંચે.આ ઉપરાંત ફિલ્મની વાઇબ્રન્ટ દુનિયાને ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડના પ્રતિષ્ઠિત અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પેનોરમા સ્ટુડિયોઝ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન વચ્ચેનો સહયોગ એક કૌટુંબિક મનોરંજન લઈને આવી રહેલ છે, જે હાસ્ય, આનંદ અને અવિસ્મરણીય સિનેમેટિક અનુભવનું વચન આપે છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ રાજકોટની મહેમાન બની હતી અને ફિલ્મ અંગેના પોતાના મંતવ્યો શેર કર્યા હતા.