અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ માં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પૂરના પાણી વચ્ચે પલળીને નકમા થતા હવે ભણતર છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું આપવિતી સંભળાવતા ૧૬ વર્ષીય બાળકી બોલી ઉઠી હતી. જેમાં તેણીએ સરકાર હવે ઘર બનાવી આપવા સાથે શૈક્ષણિક કીટ પૂરી પાડે તેવી માંગ કરી હતી. તેમજ ૧૬ વર્ષીય લક્ષ્મીએ મીડીયા સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે પુરના પાણીમાં ઘરવખરી સાથે પાઠ્યપુસ્તકો પણ પલળાયા હોવથી નકામા થયા છે. જેથી અભ્યાસ છોડવાની નોબત આવી છે જેથી સરકાર ઘર બનાવી આપવા સાથે શૈક્ષણિક કીટ પૂરી પડે તેવી માંગ કરવામાં આવી હતી.
મનીષ પટેલ