આગામી તા. 25મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે. જેને લઇ સુરક્ષા બંદોબસ્ત કડક કરાયો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે સમગ્ર રાજકોટ શહેરને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરી તે અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આગામી તા.25/02/2024ના રોજ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ઉદઘાટન કરવા પધારનાર હોય આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વીમાન જેવા સાધનો અથવા માનવ સંચાલીત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ મહાનુભાવની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી જેથી સલામતીને ધ્યાને લઇ રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરવામાં આવે છે.
પીએમ મોદીના કાર્યક્રમને લઇને રાજકોટના તમામ વિસ્તાર ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -