સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના રાયગઢમાં આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે મંગળવારે મંદિરના ભક્તો ધ્વારા ચંદ્રયાન -3ની સફળ લેન્ડીગ માટે ભક્તો ધ્વારા ભગવાન શિવજીને કલર વડે ચંદ્રયાન-૩ ની પ્રતિકૃતિ બનાવીને શણગાર કાર્ય બાદ આરતી કરીને સફળતા માટે પ્રાર્થના સાથે આરતી કરી છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ સુદ છઠ અને આવતીકાલે ભારતનું મૂન મિશન, એટલે કે ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઊતરશે.જેને લઈને દેશભરમાં દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તો ધ્વારા પણ શ્રી વૈજનાથ મહાદેવજીને 10 કિલો કલર નો ઉપયોગ કરીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ચંદ્રયાન-૩ ની પ્રતિકૃતિ બનાવીને સફળતા માટેની પ્રાર્થના સાથે આરતી કરવામાં આવી હતી.તો હિમતનગર થી શામળાજી રોડ પર આવેલ રાયગઢમાં સ્વયંભુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં દાદાના સાનિધ્ય માં ગામના યુવાનો દ્વારા આ વખતે 7 લાખ થી પણ વધારે રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવેલ છે.જેના ઉપર અભિષેક પણ કરવાની વ્યવસ્થા કરેલ છે.યુવાનો દ્વારા દાદા ને દરરોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે.આ અંગે અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે દેશનું મુન મિશનને લઈને સર્વે દેશભરના દેશવાસીઓ સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના ભક્તો ધ્વારા શિવજીને શણગાર સાથે આરતી કરીને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી
.ઉમંગરાવલ સાબરકાંઠા