આજી ડેમ ચોકડીએ 15 દિવસથી પાણીની લાઈન રિપેર કરવા માટે મનપા દોડી રહી છે. એમજ ચોકબંધ રાખીને પણ કામ કર્યું આમ છતાં થયું નહીં, આખરે ખાડા બૂરીને ભરતીઓ ભરી દીધી અને વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો. બધાને એમ હતું કે લાઈન રિપેર થઈ ગઈ પણ અચાનક ફરી ખાબોચિયા ભરાવા લાગ્યા. ત્યારે મનપાના ઈજનેરો અને કોન્ટ્રાક્ટરો આ રિપેરિંગ કરવામાં નિષ્ફળ ગયા એટલે પાણી રોડ પરન વહે તે માટે કીમિયો શોધ્યો અને ડિવાઈડર તોડીને સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં પાણી વહાવા માટે રસ્તો કર્યો હતો. સમાધાનને બદલે તોડફોડ કરતી મનપાના ઈજનેરી કૌશલ્યનો આ વધુ એક વરવો નમૂનો છે.