પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સ્ટાફ અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ ની અંદર 27 તારીખે રિવર ફ્રન્ટ ખાતે ઓજાનારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત તાલુકાના તમામ ગ્રામ પંચાયતોની માટી તાલુકા પંચાયત કચેરી ખાતેથી તમામ લોકોની ઉપસ્થિતિ ની અંદર રથની અંદર રિવરફ્રન્ટ ખાતે રવાના કરવામાં આવી રથનું ભવ્ય સ્વાગત તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર ગ્રામ પંચાયતના સરપંચો તલાટી કમ મંત્રીઓ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા