ગતરાત્રે 45 જેટલા પાકિસ્તાની હિન્દૂ નાગરિકો મોરબીમાં આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વાર ખાતે ટુરિસ્ટ વિઝા ઉપર આવેલ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી પહોંચ્યા છે. વધુમાં મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા લોકો ગતરાત્રિથી મોરબી આવી પહોંચી અત્રેની જિલ્લા કલેકટર ઓફીસ પાછળ આવેલ કોળી ઠાકોર વાડી ખાતે રોકાયા છે.આ પાકિસ્તાની નાગરિકો મોરબી આવ્યા હોવાની ઠાકોર કોળી સમાજના આગેવાનોએ તંત્રને જાણ કરી હતી.પાકિસ્તાની નાગરિકો પોતે શરણાર્થીઓ હોવાથી અને ભારતમાં સરકાર મોરબીમાં આશરો આપે તેવી માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનથી આ નાગરિકો ટુરિસ્ટ વિઝા પર હરિદ્રાર આવ્યા હતા અને ત્યાંથી બનાસકાંઠા પહોંચ્યા હતા. જો કે, બનાસકાંઠામાં શરણાંર્થી તરીકે રહેવાની ઈચ્છા દર્શાવી હતી. પણ તંત્રએ કહ્યું હતું કે આ બોર્ડર એરિયા છે. એટલે તમે અહીં ન રહી શકો, નજીકમાં મોરબી છે. ત્યાં જાવ એટલે આ પાકિસ્તાની નાગરિકો બાળ બચ્ચા સાથે મોરબી આવી ગયા હોવાનું અને અહીં શરણાર્થી તરીકે રહેવાની ઈચ્છા દર્શાવી હોવાની છે. તો મહાલીયા પોલીસ દ્વારા તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ ત્યાં રાખી લેવામાં આવ્યા છે શરણાર્થીઓ જણાવે છે કે પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે અને મોધવારી પણ વધારે હોવાથી ત્યાં રહેવું પોસાય તેમ નથી અને બાળકોને ભણાવી શક્ય તેમ નથી જેથી ભારત આવ્યા છીએ આહ્યા મોધવારી ઓછી અને સ્થિતિ સારી છે તો તેઓને પૂર્વજો પણ ભારત રહેતા હોવાની વાત કરી છે