સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરને પવિત્ર શ્રાવણ માસ પહેલા રાજ્ય સરકારની વિકાસશીલ ભેટ આપવામાં આવી છે શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ છવાયો છે જસદણના ઘેલાસોમનાથના મંદિર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજકોટ કલેકટર પ્રભવ જોષીએ મીનળદેવીના મંદિરનું એક કરોડ 86 લાખના ખર્ચે નવલીકર્ણ કરવા માં આવશે જેમાં ડુંગર પરના પગથિયા ગાર્ડન પીવાનું પાણી તેમજ શ્રદ્ધાળુઓ માટે વિસામો સહિતની સુવિધાઓ લોકોને મળી રહેશે જેનું ભૂમિપૂજન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજકોટ કલેકટર પ્રભવ જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ