ભગવાન ભોળાનાથને ભજવાનો પવિત્ર પર્વ એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે શહેરની મધ્યમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શ્રાવણના પ્રારંભ સાથે જ પંચનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દરરોજ ભગવાન શંકરને અનેકવિધ શણગાર કરવામાં આવશે સાથોસાથ બંને ટાઈમ મહાઆરતી, દીપમાળા સહિતનું આયોજન કરવામાં આવશે શ્રાવણના પ્રારંભથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.
રિપોર્ટ : લલીત વ્યાસ