રાજકોટ જીલ્લાના જેતપુરના ચાંપરાજપુર ખાતે રહેતાં શિવરાજભાઇ લખુભાઇ લાલુ નામના યુવાન ગત સાંજે કાગવડના પાટીયા પાસે માથામાં ઇજા સાથે મળતાં પરિવાજનોએ તેમને સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. મોત અંગે શંકા દર્શાવાતા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. સમગ્ર મામલાની વાત કરીએ તો ચાંપરાજપુર રહેતાં શીવરાજભાઇ લાલુ સાંજે ઘરેથી એકટીવા લઇ આંટો મારવા નીકળ્યા હતાં. બાદમાં તેઓ મોડે સુધી ન આવતાં ઘરના લોકોએ ફોન જોડતાં તેમનો ફોન કોઇ વ્યકિતએ રીસીવ કર્યો હતો અને આ જેમનો ફોન છે એ ભાઇ કાગવડના પાટીયા પાસે માથામાં ઇજા થયેલી હાલતમાં પડ્યા છે તેમ જણાવતાં સ્વજનો ત્યાં દોડી જતાં શીવરાજભાઇ બેભાન મળતાં વિરપુર, ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પરિવારે યુવાનના મોત અંગે શંકા દર્શાવાતા, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -