રાજકોટ: ગત તારીખ તા.૬/૭ના રોજ વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર સ્ડેડિયમ ખાતે ગુજરાત વાડો-કાઈ કરાટે ડો એસોસીએશન દ્વારા 25મી ઓલ ઇન્ડિયા વાડો-કાઇ કરાટે ચેમ્પીયનશીપનું ભવ્ય આયોજન સિહાન રાજેશ અગ્રવાલ અને સિહાન પ્રવિણકુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 18 જેટલા રાજ્યોના 350થી વધારે વિધયાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે આમાં રાજકોટના 13 ખેલાડીઓએ અલગ-અલગ વજન કેટેગેરીમાં ફાઈટ ઈવેન્ટ તેમજ કાતા ઈવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટેકનીકલ ડાયરેક્ટર તરીકે સેન્સેય જય ચૌહાણની અંડરમાં બાળકોને ભાગ લેવડાવેલ હતો. જેમાં રાજકોટને 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જેના લઈને કરાટે કોચ જય આર. ચૌહાણ અને સ્કૂલ પ્રિન્સિપાલ અને શિક્ષકો તેમજ તેમના માતાપિતા તરફથી ખૂબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પમી ઓલઇન્ડિયા વાડો-કાઇ કરાટે ચેમ્પીયન શીપનું ભવ્ય આયોજન કરાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -