પંચમહાલ જિલ્લામાં હાલોલ અને ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મુસ્લિમ બિરાદારોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યું. હાલોલ શહેરમાં નીકળેલ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા જેમાં યા હુસેનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સવારથી જ મોહરમ પર્વને લઈને અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે.અને સાંજે ગોધરા શહેરના રામસાગર તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવશે. મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા. આ સાથે હાલોલ નગરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટયા હતા.જ્યારે નગરમાં નીકળેલા કલાત્મક તાજીયાનું ઝુલુસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.જો કે મોહરમ પર્વની ઉજવણીને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઇ ઠેરઠેર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જ્યારે આ ઝુલુસ પૂર્ણ થયા બાદ કાદરી મોહલ્લા ખોખર ફળીયા ખાતે એક ભવ્ય નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ નિયાજ નો લાભ લીધ હતો આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા અને હાલોલ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પંચમહાલ શહેરમાં તાજીયાને કલાત્મક શણગારવામાં આવ્યા. જેને લઇને પંચમહાલ શહેરમાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં છકડાવાસ, ખાડી ફળિયા, સૈયદવાડ વગેરે વિસ્તારોમાં મોહરમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.