ગોધરા તાલુકાનાં નસીરપુર પુરનો જીતેન્દ્ર નામનાં યુવકની પત્નીને પ્રસૂતી વેળાએ બીપી લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબે જણાવતાં વડોદરા હોસ્પિટલમાં લઈ જતાં સમયે પાવાગઢ માતાજીનાં દર્શને ઉધા ચાલીને જવાની માનતા રાખી હતી.ત્યારબાદ તે સમયે પત્ની અને બાળકી બંને પ્રસુતિ દરમિયાન હેમખેમ રહેતા જ માનતા પુરી કરવાની મનમાં શ્રદ્ધા હતી ત્યારે આજે તે સમયે જન્મેલી દીકરી સાત વર્ષની થતાં તેને સાથે લઈ જીતેન્દ્ર પોતાના વતનથી પાવાગઢ જવા રવાનાં થયો છે.અંદાજીત ૮૦ કિલોમીટર ની યાત્રા દરમિયાન જીતેન્દ્ર ગોધરા,વેજલપુર, કાલોલ અને હાલોલનાં ભારે ટ્રાફિકમાંથી પસાર થઈ પાવાગઢ પહોંચશે. જીતેન્દ્રની આ પાવાગઢની ઉધા ચાલીને જવાની યાત્રામાં તેની નાની દીકરી સાથ આપી રહી છે.કેહવાય છે ને કે ‘હોય વિષય શ્રદ્ધા નો તો પુરાવા ની શું જરૂર’જે ઉક્તિ સાર્થક કરી રહ્યો છે ગોધરા તાલુકાનો જીતેન્દ્ર અને તેમાં સાથ આપી રહી છે જેનાં જન્મ સમયે પાવાગઢ જવાની માનતા રાખી હતી તેવી નાની દીકરી.