ભારતભરનું સૌથી બીજા નંબરનું અતિ ભવ્ય અને નવાબી કાળમાં 1865નું જૂનું સકકરબાગ જુનાગઢ ખાતે આવેલું છે. બસના માધ્યમથી ખુલ્લામાં સિંહ દર્શનનો પણ લ્હાવો ખાસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે..કુદરતના ખોળે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પ્રવાસીઓને બસમાં બેસાડીને સિંહ દર્શન પણ કરાવામાં આવે છે.. સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓને નિહાળવાનો પણ લ્હાવો મળે છે..પ્રવાસીઓએ પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર 50 રૂપિયા જ ચૂકવવાના હોય છે.. જ્યારે ત્રણ વર્ષથી નીચેની વયના બાળકો માટે વીના મૂલ્યે સાથે મોકલવામાં આવે છે બુધવાર સિવાય નાં દરેક દિવસે સવારે દર 15 મિનિટે અહીથી બસ પ્રવાસીઓને લઇને રવાના થતી હોય છે. મહત્વનુ છે કે જૂનાગઢ સક્કર બાગની સ્થાપના નવાબે 1863 નવાબી કાળમાં કરવામાં આવી હતી..વર્ષ 2023માં અત્યાર સુધી સકકરબાગની કુલ 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે..જેની 70 લાખ 36 હજાર રકમની આવક પણ થયેલ છે.તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું હતું
વિનોદ મકવાણા, જૂનાગઢ