ચોટીલાના નવા સુરજદેવળ મંદિર મુકામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અને ચોટીલા થાનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વહેલી સવારે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 1008 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર યોગ સાથે 1008 સૂર્ય યજ્ઞ કરવામાં આવ્યા હતા. તેમજ પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ અને કુદરતી વાતાવરણથી સુશોભિત નવા સુરજદેવળ મંદિરે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોટીલા શિક્ષણ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર મુકેશ ખખ્ખર