મા આદ્ય શક્તિની આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રી, થોડા દિવસો બાદ નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ત્યારે રાજકોટમાં અમેરિકન ડાયમંડ્સવાળા ગરબા અને લાઈટિંગવાળા ગરબા ધૂમ મચાવી રહ્યાં છે. અને અલગ અલગ ડિઝાઇન વાળા આ ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે. તેમજ અલગ અલગ આભલાવાળા, લેસવાળા, લાઈટિંગવાળા, અમેરિકન ડાયમંડ્સવાળા ગરબાનું ધુમ વેચાણ થઈ રહ્યું છે.અલગ અલગ આકર્ષિત રંગો લગાવીને વિવિધ ગરબાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.ત્યારે અમેરિકન ડાયમંડ્સ અને લાઈટીંગવાળા ગરબા બનાવતા નિલેશભાઈ મુંગેલાએ કહ્યું કે તેમની દુકાન એસ્ટ્રોન ચોકમાં આવેલી છે.જ્યાં તેઓ પોતાના હાથે જ બનાવેલા ગરબાનું વેચાણ કરે છે. આ સાથે નિલેશભાઈ પાસે અમેરિકન ડાયમંડ્સ અને લાઈટીંગવાળા ગરબાની અઢળક વેરાયટી છે.અહિંયા 150 રૂપિયાથી લઈને 4500 રૂપિયાની કિંમત સુધીના અલગ અલગ ગરબા છે.આ ગરબાનું બુકિંગ મહિલાઓ મહિના પહેલા કરાવવાનું શરૂ કરી દે છે.કારણ કે નિલેશભાઈ પાસે જે ગરબા મળે છે તે આખા ગુજરાતમાં બીજે ક્યાંય મળતા નથી. આ સાથે નિલેશભાઈ છેલ્લા 7-8 વર્ષથી લાઈટિંગવાળા ગરબા બનાવે છે. જેનું વેચાણ પણ ખુબ મોટી માત્રામાં થાય છે.