23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

નવરાત્રિમાં રાજકોટીયન ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ; એક યુવતીએ પોતાના નેઈલ પર સાથિયો, કળશ, લાભ-શુભ અને ત્રિશુલ સહિત કરાવ્યા નવરાત્રિના ચિન્હો..


આ વર્ષની નવરાત્રિમાં રાજકોટીયન ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે. તેથી જ તો રાજકોટમાં પ્રોફેશનલ નેઇલ આર્ટનાં સ્ટુડીયોની બોલબાલા વધી ગઈ છે.નવરાત્રિ નજીક આવતા જ મહિલાઓને નેઈલ આર્ટનું ઘેલુ લાગ્યું છે.અવનવી પેટર્ન અને ડિઝાઈનના મહિલાઓ નેઈલ આર્ટ કરાવવા માટે ઉમટી રહી છે. ત્યારે એક યુવતીએ પોતાના નેઈલ પર સાથિયો, મા, કળશ, શુભ, લાભ, ઓમ, પગલા, દિવો, કંકુ, ત્રિશુલ સહિત નવરાત્રિના સિમ્બોલ કરાવ્યા છે.એક ખેલૈયા તરીકે ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ યુવતીએ કહ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી નેઈલ આર્ટ કરાવે છે.પણ આ વખતે કતેને પોતાના નેઈલમાં અલગ જ પેટર્ન કરાવી છે.જે અત્યારે સૌમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે નેઈલ આર્ટીસ્ટએ જણાવ્યું કે બધા લોકો નવરાત્રિ રિલેટેડ ઘણા નેઈલ આર્ટ કરાવતા જ હોય છે.જેથી ક્લાઈન્ટને યુનિક અને બધા જ અલગ જ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.એમાં પણ રાજકોટિયન્સ ખુબ જ શોખિન હોય છે નેઈલ આર્ટ કરાવવાના.દરેક તહેવારમાં રાજકોટિયન્સને કંઈક અલગ જ જોઈતુ હોય છે.ત્યારે અત્યારે નવરાત્રિ પર લોકો કંઈક નવુ જ માંગી રહ્યાં છે.જેથી અમે પણ તેને ગમતુ કરી આપીએ છીએ. તેમજ દરરોજ અવનવા નેઇલ પોલિશ થી નખ રંગીને બીજે દિવસે તેને રીમૂવ કરી નવી નેઇલ પોલિશ લગાવવાની ફેશન હવે જતી રહી છે. જેથી હવે આર્ટિફિશિયલ નેઈલ લગાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. તેમજ નેઇલ આર્ટમાં સૌથી વધુ પોપ્યુલર બ્લુ, પીંક, રેડ, કલર છે અને નેઇલ આર્ટનો ભાવ 200થી 4 હજાર સુધીનો છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -