રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કે.કે.વી ચોક, કાલાવડ રોડ પર નવનિર્મિત કોટેચા ચોકથી આત્મીય યુનીવર્સીટી તરફ જતા સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરના પ્રથમ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું “શ્રી રામ બ્રીજ” તરીકે નામકરણ કરવામાં આવેલ છે, જ્યારે આ બ્રીજનું ભાગવત કથાકાર પ.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે નામકરણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના મહાનુંભાવો જોડાયા હતો. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શ્રી રામનાં નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ અવસરે ગરબે રમી આ પ્રસંગ અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો. બાદમાં પ.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે તકતી અનાવરણ વિધિ કરવામાં આવી હતી.