રાજકોટમાં વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની 220થી વધુ વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો છે. 11 જુલાઈ ને મંગળવારના રોજ પોતાના 58 વર્ષ પૂર્ણ કરીને 59મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાંઅને રાજ્ય બહાર ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસે સેવાકાર્યોની સુવાસ ફેલાવવા બદલ નરેશભાઈ પટેલે ઝુમ મિટીંગથી તમામ આયોજકો સાથે જોડાઈને તમામ રક્તદાતાઓ અને ખોડલધામ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.