કેરેલા સ્ટોરી ને લઈ ભાજપના વધુ બે ધારાસભ્યોના નિવેદન સામે આવ્યા છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાનું ફિલ્મ કેરેલા સ્ટોરીને લઈને નિવેદન સામે આવ્યું છે. લવ જેહાદ ને રોકવા માટે આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ. મોટા પ્રમાણમાં માતા-પિતાઓ આ ફિલ્મ જુએ. દરેક વાલીઓએ ગેરલાશ સ્ટોરી ફિલ્મ જોવી જોઈએ. દીકરીઓ લવ જેહાદથી બચે તે માટે આ ફિલ્મ જોવી જોઈએ. આતંકવાદી અને લવજેહાદનું કૃત્ય થયું છે જે જોવાની જરૂર છે જેના કેટલાક અંશો આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. કેરલા સ્ટોરી ફિલ્મ આવી છે તેને કર મુક્ત કરવી જોઈએ. રમેશ ટીલાળા એ જણાવ્યું છે કે, અમારો પાટીદાર સમાજ ખૂબ જ બહોળી સંખ્યામાં વસે છે. ખોડલધામ દ્વારા પણ બહેનોને જાગૃત કરવા ફિલ્મ બતાવવામાં આવશે જે માટે મોટા પ્રમાણમાં આયોજન પણ અમે કરવાના છીએ.