આજ રોજ ધ્રોલ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખાતેદાર ખેડૂતોને વીમા યોજના અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલના વરદહસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં જેમાં ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ જાડેજા પોલુભા તથા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તથા ઉપપ્રમુખ જયંતિ ભાઈ ભાજપ પ્રમુખ નવલભાઈ મુગરા તથા મંડળીના પ્રમુખો યાડૅના સભ્યો આ તકે હાજર રહ્યા હતા ખેડૂતોના વારસદારોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સ્વ. જાડેજા નિરુભા પ્રતાપસિંહ ગામ લૈયારા તથા ખાખરા ગામ ના સ્વ અનિરુદ્ધ સિંહ જાડેજા તથા વાંકિયા ગામના સ્વ નરશીભાઈ ભીમાણી આ બધા ખેડૂતના પરિવારોને સહાય રુપે આર્થિક મદદ રૂપ ચેક આપવામાં આવ્યા હતા
રીપોર્ટ બાય કરણસિંહ પી જાડેજા ધોલ