આજે રાજ્યનું ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જેલની વાત કરીએ ટો રાજકોટ જિલ્લા જેલ પરીક્ષા માટે મુખ્ય કેન્દ્ર હોય રાજકોટના 11 કેદી સહીત 25 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમઆ આજે પરિણામ જાહેર થતા રાજકોટમાં જુદી જુદી હત્યાંના ગુનામાં પકડાયેલા બે કેદીઓ પાસ થયાં છે જેમાં હત્યા અને અપહરણના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા વિપુલ બાબુભાઇ બારૈયા અને હત્યાંના ગુનામાં હાલ જામીનમુક્ત થયેલા બાલકૃષ્ણ વેલજીભાઇ ટાંકનો સમાવેશ થાય છે જયારે રાજકોટના અન્ય 9, અમરેલીના 6, ગાંધીધામના 4 તેમજ સુરેન્દ્રનગર અને પાલારા જેલના બે- બે મળી કુલ 23 કેદીઓ ફેઈલ થયાં હોવાનું સામે આવ્યું છે.