ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાની 74 માં ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંત્રી સહિત સાસંદ પુનમબેન માડમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જીલ્લા પ્રમુખ.તાલુકા પ્રમુખ તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષ રોપાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ જણાવ્યું હતું કે વૃક્ષો છે તે ઓક્સિજન ઉત્પાદન કરવાનુ કુદરત કારખાનું છે તે સમય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સધન પ્રયાસ કર્યો હતો વૃક્ષા રોપણ ને પ્રાધાન્ય આપીયુ હતું વન ઉત્સવ ને ઉત્સવ જેવી ઉજવણી કરવામાં આવે તેવી સલાહ આપી હતી આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અભિયાન જોડાવા માટે નું ભગીરથ કાર્ય કરીયુ હતું દ્વારકા.ધોલ ભૂચર મોરી નાગેશ્વર પાવાગઢ ને સાથે જોડવા માટે નું અભિયાન શરૂ કરાવેલ હતું