ધોરાજી શહેરમા આવેલ જેતપુર રોડ જુનાગઢ રોડ સુધીનો આર.સી.સી રોડ ચાર કરોડ થી પણ વધારે ખર્ચમાં મંજૂર થતા ધારાસભ્ય મહેન્દ્ર ભાઈ પાડલીયાએ ખાત મુહૂર્ત કર્યું હતું.. ધોરાજીના જેતપુર રોડ થી જુનાગઢ રોડ સુધીનો રસ્તો અતિશય ખરાબ હાલતમા હોય અનેક વખત આ સમસ્યાઓને લઈને જેતપુર રોડ પર આવેલ વેપારીઓએ આંદોલન પણ કર્યા હતા મહિલાઓ એ પણ રસ્તાઓ બિસ્માર હાલત મા હોય તેને કારણે મહિલાઓએ પણ વિરોધ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.. જેથી, વાહન ચાલકો અને રાહદારીઓ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.. જે માંગને લઈને મહેન્દ્ર ભાઈ પાડલીયા ના અર્થાત પ્રયાસથી 4 કરોડ થી પણ વધારે ખર્ચ કરી ને આ નવો માર્ગ મંજૂર કરાવેલ છે. અને ખત મુર્હુત કરવામાં આવતા વેપારીઓમા હર્ષની લાગણી જોવા મળી હતી.