ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત પટેલ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન નિમિત્તે સ્પર્ધા યોજાઈ હતી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ રક્ષાબંધન નિમિત્તે પોતાના હાથે જ પોતાની કલા રજૂ કરીને અવનવી ડિઝાઇન સાથેની રાખડી બનાવી વિદ્યાર્થી જાતે જ પોતાનું કૌશલ્ય રજૂ કરીને રાજ્ય અને ભારત સરકારના વિવિધ ચિન્હો સાથે કલાત્મક રાખડી જાતે બનાવી હતી રાખડી સ્પર્ધામાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આચાર્ય અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
રિપોર્ટર :- વિમલ સોંદરવા ધોરાજી