ધોરાજી લાયન્સ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિશાળ તિરંગા યાત્રા સાથે મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું ધોરાજી નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી લાયન્સ કલબ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત દ્વારા 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિરંગા યાત્રામાં ધોરાજીના વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ વિદ્યાર્થી ઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિશાળ ત્રિરંગા યાત્રા ધોરાજીના સ્ટેશન રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક થઈ ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી ત્રિરંગા યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ગીત દ્વારા અને ભારત માતાની જય કારા સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી