ધોરાજી ના જેતપુર રોડ પર આવેલ સ્વાતી ચોક થી અવેડા ચોક સુધી નો મુખ્ય માર્ગ ધોરાજી ના ભાજપ ના ધારાસભ્ય મહેન્દ્ર ભાઈ પાડલીયાના સહયોગ થી આર સી સી રોડ નવો બનાવવા માટે નવો માર્ગ મંજૂર થયેલ તેના સંદર્ભ મા કોન્ટ્રાક્ટર દ્વારા જુનો માર્ગ હતો તે તોડી પાડવામા આવેલ છે પણ ઉલ માંથી ચુલ મા પડવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગયેલ છે જેમા હાલ તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકાર ની જાણકારી કર્યા વગર આ રસ્તાઓ ખોદી કાઢવામા આવેલ છે અને છેલ્લા વિસ થી પચીસ દિવસ થી માર્ગ ખોદી નાખેલ છે તેથી આજ વિસ્તાર ના સ્થાનિક લોકો તથા 50 થી પર વધારે વેપારીઓ ને ઘણી તકલીફો વેઠવાનો વારો આવેલ છે ત્યા ના વેપારીઓ આ રસ્તાઓ ખોદી નાખવાથી ધંધો.વેપાર મા નુકસાની વેઠવાનો વારો આવેલ છે વેપારીઓ ની દુકાન મા કોઈ ગ્રાહક આવતા નથી અને વેપારીઓ ની આવક મા માઠી અસર પડી છે અને સ્થાનિક લોકોને બીમારી મા એમ્બ્યુલન્સ આવતી નથી તથા વિદ્યાર્થીઓ ને શાળા એ જવા માટે પણ તકલીફ પડી રહી છે કોન્ટ્રાક્ટર ની બેદરકારી ને કારણે નળ કનેકશન ભૂગર્ભ ગટર ની ચેમ્બર તથા અન્ય કનેકશન તોડી નાખેલ છે જેથી સ્વાતિ ચોક થી અવેડા ચોક સુધી મા આવતા વેપારીઓ તથા રહેણાંક વિસ્તાર ના લોકો ને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે